
સિદ્ધપુર એસટી ડેપો દ્વારા અંદાજિત ૪૪૩૦ જેટલા વિદ્યાર્થીઓને પાસ ઈસ્યુ કરાયા..સુચારુ પાસ કામગીરીની વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ પ્રશંશા કરી
આશિષકુમાર.આર.પાધ્યા(સિદ્ધપુર)
દિવાળી વેકેશન પૂર્ણ થતા પ્રાથમિક,માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ વિવિધ સ્કૂલ સહિત કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું બીજું સત્ર શરૂ થવા પામ્યું છે.બીજા સત્ર માટે વિદ્યાર્થી કન્સેશન પાસ માટેની કામગીરી સુચારુ રીતે થાય તે માટે વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી ની સૂચના અનુસાર સિદ્ધપુર એસટી ડેપો મેનેજર વિપુલભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર તાલુકાના વિધાર્થી ભાઈ બહેનો કે જેઓ અભ્યાસર્થે અપડાઉન કરતા હોય તેઓને સરળતાથી પાસ મળી રહે તે માટે બે સ્થળો ઉપર પાસની કામગીરી કરવામાં આવી રહી છે.આ અંતર્ગત સિદ્ધપુર ડેપો ખાતે પાસની કામગીરી કરતા જગદીશ ચંદ્ર પટેલ,યાસીનભાઈ તેમજ બિંદુસરોવર એસટી પિકઅપ પોઈન્ટના ઈન્ચાર્જ હર્ષલભાઈ ઠાકર દ્વારા ૪૪૩૦ જેટલા વિદ્યાર્થીઓને સરળતાથી પાસ કાઢી આપવામા આવ્યા છે.એસટી ડેપો મેનેજર વિપુલભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઝડપથી પાસ નીકાળી શકાય તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં સિદ્ધપુર ડેપો તેમજ બિંદુસરોવર પીકઅપ પોઇન્ટ ઉપરથી પાસની કામગીરી કરવામાં આવી રહેલ છે જેમાં વિદ્યાર્થીઓના ૧૪૭૫ તેમજ ગ્રામીણ કન્યાઓના ૨૯૫૫ પાસ કાઢી આપવામાં આવ્યા છે. આવી ઉત્તમ કામગીરી કરવા બદલ અનેક વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ દ્વારા એસટી ડેપોના આવા કર્મઠ કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની અડચણ વગર ઝડપથી પાસ કાઢી આપવામાં બદલ તેમની કામગીરીને બિરદાવીને રહ્યા છે.